Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અમદાવાદનો સોની ઝનોર નજીક લૂંટાયો, બંદૂકની અણીએ બુકાનીધારીઓએ ચલાવી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ

અમદાવાદના સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.

X

ભરૂચ જિલ્લાના ઝનોર નજીક અમદાવાદના સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર ગામ વિસ્તારમાં અમદાવાદ શહેરના માણેકચોક વિસ્તારમાં જ્વેલર્સ શોપ ધરાવતા મુકેશ સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. જેમાં સોની પાસે રહેલ રહેલ 2 કિલો જેટલું સોનું, 3થી 4 લાખ રોકડ રકમ અને મોબાઈલ તફડાવી અંદાજે રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં અમદાવાદના સોની વેપારી ઝનોર ગામે દાગીનાની ડિલિવરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે 2 કારમાં આવેલા 4થી 5 જેટલા બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે સોની વેપારીની પૂછતાછ હાથ ધરી લૂંટારુઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story