Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજન, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી રહ્યા ઉપસ્થિત.

X

રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણી અંતર્ગત આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારમાં સી.એમ.વિજય રૂપાણી અને ડે.સી.એમ.નિતિન પટેલના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી,નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા,કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમમાં લોકોને સ્થળ પર જ સરકારની વિવિધ યોજના તેમજ આવક જાતિના દાખલા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે રૂપાણી સરકાર સંવેદનશીલ છે અને તેના ભાગરૂપે જ આ પ્રકારના કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસ દ્વારા થતાં વિરોધ પ્રદર્શન અંગે પણ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે લોકો સરકારના કામ જુએ છે આથી કોંગ્રેસનો વિરોધ કારણ વગરનો છે.

તો આ તરફ અંકલેશ્વર ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો તેમજ સરકારની યોજનાના લાભ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા જો કે કોરોનાકાળ વચ્ચે સરકારી કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

Next Story