Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર અને જંબુસરમાં સલામત સવારી એસ.ટી.બસ બની ધક્કાગાડી,રાહદારીઓએ મારવા પડ્યા ધક્કા

X

સલામત સવારી એસ.ટી.અમારીના સૂત્ર સાથે ચાલતી એસ.સી. બસની ખખડધજ હાલતના દ્રશ્યો અંકલેશ્વર અને જંબુસરમાંથી સામે આવ્યા છે જેમાં એસ.ટી.બસ ચાલુ ન થતા મુસાફરો અને રાહદારીઓએ ધક્કા લગાવ્યા હતા

કેન્દ્ર સરકાર જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી લાવી રહી છે પરંતુ આ પોલિસીનો સૌ પ્રથમ ઉપયોગ ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમે કરવો જોઈએ એવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. સૌ પ્રથમ વાત અંકલેશ્વરની તો આજે અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જતી એસ.ટી.બસ આજરોજ મારગમાં જ બંધ થઈ ગઈ હતી. ડ્રાઇવરે બસ ચાલુ કરવાનો પ્રયત્ન કરતા તે નિષ્ફળ નિવડયો હતો. માર્ગની વચ્ચે જ બસ બંધ પડી જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું સર્જન થયું હતું જેને નિહાળી કેટલાક રાહદારીઓ આગળ આવ્યા હતા અને બસને ધક્કો મારી સાઈડ પર મૂકી હતી ત્યાર બાદ વાહન વ્યવહાર પૂર્વવ્રત થયો હતો

હવે વાત જંબુસરની તો જંબુસરમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જંબુસર એસ.ટી.ડેપોમાં એક બસ રુટ પર જવા રવાના થઈ રહી હતી પરંતુ બસ ચાલુ જ થઈ ન હતી આથી બસમાં બેસેલા મુસાફરોએ નીચે ઉતરી ધક્કો લગાવી બસ ચાલુ કરી હતી

Next Story