/connect-gujarat/media/post_banners/99d41fcf7c8c5116b669a0bc74d200db015e9b9e9b4aaca08d958e3152fc44b3.jpg)
ભરૂચ શહેરના મોઢેશ્વરી હૉલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને સહયોગ ફાઉન્ડેશન થકી સ્કૂલ બેગ સહિત અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું..
ભરૂચ શહેરના મોઢેશ્વરી હૉલ ખાતે સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રામનવમીના પાવન અવસરે સ્લમ વસ્તીમાં રહેતા ભણતા બાળકો માટે સ્કૂલ બેગ સાથેની અન્ય વસ્તુઓ મળીને કુલ 45 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં દિન પ્રતિદિન શિક્ષણ સ્તરમાં વધારા સાથે મોંઘું શિક્ષણ અને મોંઘવારીના કારણે સ્લમ વિસ્તારમાં રહેતા અને લોકોના ઘરે કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સેવાકીય કાર્ય કરનાર સહયોગ ફાઉન્ડેશનના સ્લમ વિસ્તારમાં રહેતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સહયોગ ફાઉન્ડેશનના પ્રતીક મોદી, ક્રિષ્ના ઘીવાલા સહિત મહિલા ગૃપ પ્રમુખ વૈશાલી પટેલ ,ઉપપ્રમુખ મોઢેશ્વરી ટ્રસ્ટના શંકર ગાંધી, અરવિંદ ચાર્લીહજાર વાળા,કેતન દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.