ભરૂચ : સેન્ટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા જંબુસર ખાતે નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ : સેન્ટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા જંબુસર ખાતે નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

નાન્દી ફાઉન્ડેશનના નન્હીકલી પ્રોગ્રામ ભારતભરમાં કાર્યરત છે. જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 1થી 10ની વિદ્યાર્થીઓને શૈક્ષણિક, સામાજિક સહાય કરી બાળકીઓને સશક્ત બનાવે છે. જે ભરૂચ જિલ્લામાં 5 બ્લોકમાં અંદાજિત 13,000 નન્હીકલી જોડાયેલી છે, અને આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ બાળકી અભ્યાસથી વંચિત ન રહે તે માટે પ્રતિવર્ષ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કંપનીના HR હેડ હેમંત મોદી, ટેકનિકલ સર્વિસ હેડ કેતન ઠક્કર, IWD અનુરાગ જૈન, જિલ્લા મંત્રી કૃપા દોશી, ક્વોલિટી હેડ મનોજકુમાર, રવિરાજ ચૌહાણ, સામાજિક કાર્યકર ધનુ રણા, રાહુલ મોરી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ દ્વારા નન્હીકલી પ્રોજેક્ટ જે શૈક્ષણિક, સામાજિક સહાયતા દ્વારા બાળકો ઊંચી ઉડાન ભરી શકે અને બાળાઓને સામાજિક, માનસિક, શારીરિક, સશક્ત બનાવવામાં આવે છે. તે સહિત પ્રોજેક્ટ અંતર્ગત સવિસ્તાર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Latest Stories