ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજરોજ પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા યોજાય હતી ત્યારે અંકલેશ્વરમાં મહિલા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પંચ દ્વારા સાત સ્થળોએ સખી મહિલા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાન્સાભાની ચૂંટણીમાં આજરોજ રાજ્યની 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં ચૂંટણી વિભાગનો નવતર અભિગમ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં ખાસ મહિલા મતદારોનો આકર્ષવા માટે સાત સ્થળોએ સખી મહિલા મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકોનું સંચાલન મહિલા અધિકારી અને કર્મચારીઓએ જ કર્યું હતું આ ઉપરાંત મતદાન મથકની બહાર બલૂનનો ગેટ તૈયાર કરવામાં આવ્યો હતો તો કેટલાક મતદાન મથકમાં બાળકો માટે ઘોડિયા મૂકવામાં આવ્યા હતા અને સાડીથી શણગાર કરવામાં આવ્યો હતો. આ મતદાન મથક પર મહિલાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.