ભરૂચ: મીની વાવાઝોડા સાથે ઠેર ઠેર કમોસમી વરસાદથી તારાજીના દ્રશ્યો, વાલિયા- નેત્રંગમાં સરેરાશ 2 ઇંચ વરસાદ

13મી મેના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પલ્ટા સાથે મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા

ભરૂચ: મીની વાવાઝોડા સાથે ઠેર ઠેર કમોસમી વરસાદથી તારાજીના દ્રશ્યો, વાલિયા- નેત્રંગમાં સરેરાશ 2 ઇંચ વરસાદ
New Update

ભરૂચ જિલ્લામાં 13મી મેના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પલ્ટા સાથે મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા

ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પ્લટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી. વાવાઝોડા ના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાસાયી થયા હતાં.જેના કારણે વીજળી પણ ડુલ થઈ ગઈ હતી.ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસતાં એક સમયે વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાસાયી થવાથી માર્ગ બંધ થતાં લોકો અટવાયા હતા.જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાયટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાસાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો.ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના આંકડા પર નજર કરીએ તો આમોદ 1 મી.મી.અંકલેશ્વર 2 મી.મી.જંબુસર 7 મી.મી.નેત્રંગ 2 ઇંચ ભરૂચ 1 મી.મી.વાલિયા 1.75 ઇંચ અને હાંસોટમાં 3 મી.મી. વરસાદ વરસ્યો હતો

#Bharuch #Gujarat #CGNews #Unseasonal rain #Devastation #mini storms #Heavy rainfall #heavy wind #Tree Collapsed
Here are a few more articles:
Read the Next Article