/connect-gujarat/media/post_banners/29f6b81246b795bb3b4b5381bfd438da7c6d5f0591e4b0cdee539c4d3e78d2ee.jpg)
ભરૂચના અંકલેશ્વર અને વાલિયામાં ઇ.ડી.સહિતની ટીમના અધિકારીઓએ દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના વાલિયા તાલુકામાં કેન્દ્રીય એજન્સીની ટીમએ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ રેડ સુરતમાં તાજેતરમાં ઝડપાયેલા ૨૫ કરોડના સોનાની દાણચોરી સાથે સંલગ્ન હોવાની ચર્ચા છે.જોકે હજુસુધી મામલાની કોઈ સત્તવાર માહિતી સામે આવી નથી.આ બાબતે કોઈ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી.સ્થાનિક પોલીસના સૂત્રોની હલચલ જોવા મળી રહી છે પરંતુ આખા મામલે એકપણ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે વાલિયા તાલુકામાં જે શખ્શની પૂછપરછ ચાલી રહી છે તે સોનાના વેપાર સાથે સંકળાયેલો અને વારંવાર વિદેશ જતો હોવાની માહિતી સાંપડી રહી છે જોકે ટીમ ક્યાં મામલાને લઈ તપાસ કરી રહી છે તે સત્તવાર માહિતી જાહેર થયા બાદજ સામે આવી શકે તેમ છે.સુરત શહેરમાં રહેતા ભરૂચના વતની એક વર્ષથી સિન્ડિકેટનો ભાગ હોવાનું ગોલ્ડ સ્મગલીંગના મામલામાં જણાવા મળ્યું હતું. સૂત્રો અનુસાર સુરતના રીસીવર દ્વારા સોનું ભેગું કરીને તેને મુંબઈમાં મોકલાતું હતું.