ભરૂચ: ભોલાવ GIDCની નર્મદા પેકેજિંગ કંપનીને આગ ચાંપનાર સુરક્ષાકર્મી CCTV કેમેરામાં કેદ

ભરૂચની ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચે આગ લાગવાની ઘટના બની હતી.

ભરૂચ: ભોલાવ GIDCની નર્મદા પેકેજિંગ કંપનીને આગ ચાંપનાર સુરક્ષાકર્મી CCTV કેમેરામાં કેદ
New Update

ભરૂચની ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચે આગ લાગવાની ઘટના બની હતી. સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ થતાં આ બાબતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

ભરૂચની પિતા-પુત્રની બન્નેની ફેકટરી- નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ 22 માર્ચે આગમાં હોમાઈ ગઈ હતી. ભીષણ આગને કાબૂમાં લેવા 22 ફાયરબ્રિગેડ કામે લાગ્યા હતા. બે દિવસ બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી. સી ડિવિઝન પી.આઈ. હસમુખ ગોહિલ અને ટીમે તપાસ હાથ ધરતાં નજીકના CCTVમાં સિક્યોરીટી ગાર્ડે જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારી હતી. બન્ને ફેક્ટરીના માલિકને 11 કરોડનું નુકસાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મૂકનાર સિક્યોરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ફેક્ટરી પર 3 દિવસ પહેલાં જ સવારે સિક્યોરિટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળ પ્રયોજન તેમજ મકસદ શું હતું એ જાણવા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેની પૂછપરછ ચાલી રહી છે. આગ લગાડવાનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Fire #CCTVFootage #Bholav #security guard #Narmada Packaging Company
Here are a few more articles:
Read the Next Article