Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પવન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સનું માર્ગદર્શન અપાયું...

ઝાડેશ્વર રોડ સ્થિત અમરકુંજ સોસાયટી ખાતે પવન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમ આપવા હેતુસર કાર્યક્રમ યોજાયો હતો.

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ સ્થિત અમરકુંજ સોસાયટી ખાતે પવન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમ આપવા હેતુસર કાર્યક્રમ યોજાયો હતો.

દેશમાં જે પ્રમાણે મહિલા અને યુવતીઓ સાથે છેડતી સહિત દુષ્કર્મના બનાવો દીન પ્રતિદીન વધી રહ્યા છે. તે જોતા લાગે છે કે, હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે. કોઇ આવે અને તેમને બચાવે એવી આશા કરતા મહિલાઓએ સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી આવા ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ સ્થિત અમરકુંજ સોસાયટી ખાતે મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત યોગ બોર્ડ તથા નિહોન શોકોટોન કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહકારથી મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક ભાવિનભાઈ, અધ્યક્ષ રાજુભાઈ, પ્રમુખ ભરતભાઈ, ખચાનજી તેજસ પટેલ સહિતના સભ્યો તેમજ મહિલા પી.આઇ. એન.એસ.વસાવા તથા મહિલા પી.એસ.આઇ પી.એન.વાઘેલા, મહિલા કાઉન્સેલર કિરણબેન તરફથી મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story