Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કે.જે.પોલીટેક્નિક કોલેજમાં સાઇબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

JCI અને કે.જે.પોલીટેક્નિક કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા સાઇબર ક્રાઈમ વિષય પર ચિંતન મનન કરવા હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ JCI અને કે.જે.પોલીટેક્નિક કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા સાઇબર ક્રાઈમ વિષય પર ચિંતન મનન કરવા હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના સોશિયલ અને ડિજિટલ યુગમાં ખાસ કરીને યુવક અને યુવતીઓ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે, ત્યારે તેનાથી સાવધાન કરી યુવક અને યુવતીઓને વાકેફ કરવા ભરૂચ શહેરની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI)ના સહયોગથી સાયબર ક્રાઈમ વિષય અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા હેતુસર સેમિનાર યોજાયો હતો. જેમાં ગાંધીનગર CID ક્રાઈમ વુમન સેલના સોનલ પંડ્યાએ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઈમથી બચવા માટે વિગતવાર માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં JCIના ઉર્વી શાહ, દિશા ગાંધી, ઈશાન શાહ તેમજ કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story