ભરૂચ: ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણથી દોડધામ

તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતાં જ દોડધામ મચી જવા પામી હતી

New Update
ભરૂચ: ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણથી દોડધામ

ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતાં જ દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના ઝઘડીયામાં સેવા રૂરલ હોસ્પિટલ આવેલી છે જેમાં તેમની નવી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે.આજ રોજ જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઈનમાં વાગી જતા ગેસ લાઈન લીકેજ થઈ હતી.જેના કારણે દોડધામ મચી ગઇ હતી.આ સમયે સેવા રૂરલ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે દર્દીઓની સલામતીના ભાગ રૂપે તાત્કાલિક તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. આ અંગેની.જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટેક્નિકલ ટીમને લઈને સ્થળ પર દોડી આવ્યા હતા.ગુજરાત ગેસ કંપની ટીમે પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપ લાઇનને રીપેરીંગની કામગીરી કરી હતી.ટીમે લીકેજ બંધ કરાવ્યા બાદ પુનઃ હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં.

Latest Stories