ભરૂચ : હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાના પ્રયાસે VHP અને બજરંગ દળ દ્વારા યોજાય "શૌર્ય યાત્રા"

New Update
ભરૂચ : હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાના પ્રયાસે VHP અને બજરંગ દળ દ્વારા યોજાય "શૌર્ય યાત્રા"

VHP અને બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન

યાત્રા દ્વારા હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ

પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આજરોજ ભરૂચ જિલ્લાના 3 પ્રખંડની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગીતા જયંતિ અંતર્ગત શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ, દહેજ અને શુક્લતીર્થ પ્રખંડની શૌર્ય યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હિન્દુ ધર્મ જાગૃતતા અને ભુલાતી હિન્દુ સંસ્કૃતિ માટે લોકોને જાગૃત કરવાના ભાગરૂપે યોજાય હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા, ભગુ પ્રજાપતિ, ગિરીશ શુકલા સહિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં VHP અને બજરંગ દળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.