Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ભરૂચના જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

X

ભરૂચના જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ જંબુસર પ્રખંડ દ્વારા અખંડ હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ અનુસંધાન તેમજ છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ બાબરીનો ઢાંચો તોડી શૌર્ય કરવામાં આવ્યું હતું. તે દિવસના શૌર્ય ને યાદ કરી,તિથિ અનુસાર શૌર્ય યાત્રા,શૌર્ય ત્રિશુલ દીક્ષા તેમજ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 400 જેટલા કાર્યકર્તાઓએ ત્રિશુલ દીક્ષા લીધી હતી.સૌપ્રથમ યાત્રા બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરથી નીકળી કાવા ભાગોળ, લીલોતરી બજાર ગણેશ ચોક, ઉપલી વાટ સ્ટેટ બેન્ક, કોટ દરવાજા, માયનો લીમડો, જુમ્મા મસ્જિદ એસટી ડેપો સર્કલ થઈ કાવી રીંગરોડ ટંકારી ભાગોળથી સ્વામિનારાયણ બી.એ.પી.એસ.મંદિરમાં પુન: પહોંચ્યા હતા દરમ્યાન કોઈપણ રીતનો અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.આ યાત્રા બાદ બૌદ્ધિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે કેન્દ્રીય સહમંત્રી -વિશ્વ હિન્દુ પરિસદ, ધર્મપ્રસાર વિભાગના ધર્મેન્દ્રજી ભાવાણીએ પ્રવચન આપ્યું હતું

Next Story