Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મોંઘાદાટ બુટ અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર, જુઓ ફૂટવેર શોપમાં થયેલી ચોરીની ઘટનાના CCTV...

શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

X

ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ભરૂચ શહેરના વેપારીઓની દુકાનો હવે તસ્કરોના નિશાને ચઢી રહી છે, ત્યારે ગત મોદી રાત્રે મહાત્મા ગાંધી રોડ પર આવેલ યુકે ફૂટવેરની બારી તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં, પોતાની સાઇઝના બુટ શોધવા પણ તસ્કરોએ મહેનત કરી હતી. આખરે દુકાનમાં રહેલા કેસ કાઉન્ટરમાંથી રોકડ રકમ અને 5થી 7 જોડી જેટલા મોંઘાદાટ બુટની તસ્કરીને અંજામ આપ્યો હતો. જોકે, તસ્કરોની તમામ કરતૂત દુકાનમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ તસ્કરો બુકાની ધારી છે, ત્યારે હાલ તો વેપારીએ ચોરી અંગે પોલીસને જાણ કરી છે.

Next Story