Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધોળે દહાડે કસક SBI બેંક નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો ડોક્યુમેન્ટની બેગ ઉઠાવી ગયા..!

ધોળે દહાડે તસ્કરોએ કસક વિસ્તારમાં SBI બેંક નજીક પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડી અંદર રહેલી ડોક્યુમેન્ટની બેગ ચોરી ગયા હતા.

X

ભરૂચમાં ધોળે દહાડે તસ્કરોએ કસક વિસ્તારમાં SBI બેંક નજીક પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડી અંદર રહેલી ડોક્યુમેન્ટની બેગ ચોરી ગયા હતા. આ ઘટના અંગે કાર માલિકે સી’ ડીવીઝન પોલીસ મથકમાં અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસના ખોફ વગર બેખોફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ અંકલેશ્વરની પ્રતીન ચોકડી નજીક બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનની નજીક પાર્ક કરેલી કારના કાચ તોડી અંફર રહેલા રૂ. 3 લાખની ચિલઝડપ કરી પલાયન થઈ ગયા હતા, ત્યારે આજરોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા રોનક અરવિંદભાઈ પટેલ કોઈ કામ અર્થે ઇનોવા કાર લઈને 12 વાગ્યાના અરસામાં કસકમાં આવેલી તેમના મિત્રની ઓફિસે આવ્યા હતા. તેમણે પોતાની કાર SBI બેંક નજીક પાર્ક કરી હતી. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમની કારને નિશાન બનાવી હતી. જેમાં કારની ડાબી બાજુનો કારનો કાચ તોડી અંદર અગત્યના ડોક્યુમેન્ટની રહેલી બેગની ઉઠાંતરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, જ્યારે રોનક પટેલ 2 વાગ્યાના અરસામાં કાર નજીક આવતા કારણો કાચ તૂટ્યો હોય અને અંદર ડોક્યુમેન્ટની બેગ નહીં હોય જેથી તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે તેઓએ ભરૂચ સી’ ડીવીઝન પોલીસ મથકમાં બેગની ચોરી થઈ હોવાનીની ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે CCTV ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ધોળે દહાડે તસ્કરો પોલીસના ડર વિના સક્રિય બન્યા હોય તો પોલીસ તંત્ર દ્વારા પણ હવે તહેવારોના દિવસોમાં ચુસ્ત પેટ્રોલીંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Next Story