New Update
/connect-gujarat/media/post_banners/7796fcf1ab20dfa776e5e904154379c4f92ed92d5f8a581fd1ee042b3e905056.jpg)
ભરૂચના નવી વસાહતમાં હાથફેરો કરી રૂપિયા 50 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના નવી વસાહતમાં આવેલા 2 મકાનોને તસ્કરોએ એક જ રાતમાં નિશાન બનાવ્યા હતા. મકાનમાં રહેતો પરિવાર પ્રસંગ અર્થે બહાર ગામ ગયો હતો, ત્યારે રાત્રી દરમ્યાન અંધારાનો લાભ લઈ દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. જેમાં 50 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં લોકોમાં ખળભળાટ મચ્યો છે. સમગ્ર મામલે એ' ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
Latest Stories