ભરૂચ : જંબુસર ટાઉનમાં તસ્કરોનો તરખાટ, 2 મકાનમાંથી કર્યો હાથફેરો...

જંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા

New Update
ભરૂચ : જંબુસર ટાઉનમાં તસ્કરોનો તરખાટ, 2 મકાનમાંથી કર્યો હાથફેરો...

ભરૂચ જિલ્લાના જંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં અલગ અલગ જગ્યાએ 2 મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી થઇ હોવાની માહિતી સાંપડી રહી છે. હાલમાં શિયાળાની ઋતું ચાલતી હોય, ત્યારે તસ્કરો અંધારાનો લાભ લઇ ચોરી કરી જતાં જંબુસર પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોલિસને પડકાર ફેંકતા હોય તેમ ફૂલ ગુલાબી ઠંડીમાં પોલીસને પરસેવો છોડાવતાં તસ્કરો નિશાચર પ્રાણીઓની જેમ રાત્રીના સમયે બંધ મકાનનો લાભ લઇ માલમત્તા લૂંટી લેતા હોય છે. જંબુસર ટાઉનમાં કિસ્મતનગર સોસાયટીમાં રહેતા નાસીર બેગ રસુલ બેગ મુગલના મકાનના તાળાં તોડી મકાનમાં પ્રવેશ કરી લાખોની મત્તા લૂંટી ગયાની માહિતી સાંપડી રહી છે, જ્યારે બીજા બનાવમાં પઠાણી ભાગોળ વિસ્તારમાં રોહીત વાસમાં રહેતા કેતન સોલંકીના મકાનમાં રહેલી તીજોરીના તાળાં તોડી માલમત્તા ચોરી જતાં જંબુસર પોલીસ હરકતમાં આવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.