ભરૂચ : શક્તિનાથ વિસ્તારના બ્યુટી પાર્લરમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...

શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરના બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા

New Update
ભરૂચ : શક્તિનાથ વિસ્તારના બ્યુટી પાર્લરમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરના બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે, તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે પાર્લરના સંચાલિકાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરમાં મેજીક બ્યુટી સલૂન આવેલું છે. આ પાર્લરના સંચાલીકા સંજના સોલંકી ગતરોજ દિવસભર કામગીરી કરી તેનો વકરો ગલ્લામાં જ રાખી દુકાન બંધ કરી ઘરે ગયા હતા, ત્યારે તેઓના બ્યુટી સલૂનને રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવી શટર તોડી સલૂનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ સલૂનના ગલ્લામાં રહેલો દિવસભરનો વકરો અને અમુક સામાન લઈને પલાયન થઈ ગયા હતા. જોકે, કાચ તોડતી વખતે તસ્કરોને હાથમાં કોઈ વસ્તુ વાગી જતાં સલૂનમાં લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા, જ્યારે સવારે સલૂનના સંચાલિકા દુકાને આવતા જોતાં દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તસ્કરોની કરતૂત CCTV કેમરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેથી પાર્લરના સંચાલીકા દ્વારા એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Latest Stories