Connect Gujarat
ભરૂચ

ભરૂચ: SOG પોલીસે 14 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત 12.06 લાખના મુદ્દામાલ સાથે એક મહિલા-પુરુષને ઝડપી પાડયા

12.06 લાખનો મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહીલા આરોપીને ઝડપી પાડ્યા જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો

ભરૂચ: SOG પોલીસે 14 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત 12.06 લાખના મુદ્દામાલ સાથે એક મહિલા-પુરુષને ઝડપી પાડયા
X

ભરૂચની એસઓજી પોલીસે અસુરીયા પાટિયા નજીક બાતમીના આધારે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો મળી કુલ કિ.રૂ. 12.06 લાખનો મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહીલા આરોપીને ઝડપી પાડ્યા જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને તેને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જેના આધારે એસઓજી પીઆઈ એ.વી.પાણમીયા તથા પીઆઈ એ.એ.ચૌધરીએ પોતાની ટીમ કામગીરીમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે કાનુગાવાડ બાવરી, કતોપોર બજારમાં રહેતા આરોપી મો.સલીમ ઉર્ફે જીન્ડો ગુલામનબી શેખ તથા સબીનાબાનુ ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો ભરીને વડોદરા તરફથી ભરૂચ તરફ આવી રહ્યા છે..

જે બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર વોચ ગોઠવી અસુરીયા પાટિયા નબીપુર નજીકથી કારને ઝડપી પાડી કારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) કુલ-14 ગ્રામ 71 મીલીગ્રામ કિ.રૂ.1,47,100 ,સોનાના દાગીના તથા લગડી મળી કુલ કિ.રૂ.4,64, 020, રોકડા રૂપિયા 55,800,એક મોબાઈલ કી. રૂ.40, 000 અને એક ફોરવ્હીલર કાર મળીને કુલ રૂ.12, 06,920 નો મુદ્દામાલ કબ્જે કરીને મોહમદ અતીક રહે. ચોક બજાર,સુરતનાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Next Story