ભરૂચ : રામનવમી પર્વને ધ્યાનમાં રાખી જંબુસર ખાતે એસપી. મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાય...

ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ

ભરૂચ : રામનવમી પર્વને ધ્યાનમાં રાખી જંબુસર ખાતે એસપી. મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાય...
New Update

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ નવમી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તથા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જેથી ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ ફ્લેગમાર્ચ ડેપો પોલીસ ચોકીથી નગીના મસ્જિદ, માયના લીમડા થઈ પરત પોલીસ સ્ટેશન ખાતે આવી પહોચી હતી. કોટબાણાથી કૂટ પેટ્રોલિંગ ઉપલી વાટ, ગણેશચોક, લીલોતરી બજાર, સોનીચકલા, મુખ્ય બજાર થઈ પરત કોટ બારણા ખાતે સમાપન થયું હતું. પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચમાં જંબુસર પીઆઈ સીપીઆઈ, જંબુસર, આમોદ, વાગરા, પીએસઆઇ સહિત પોલીસ જવાનો, એલસીબી, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો હાજર રહ્યા હતા.

ભરૂચ: રામનવમી અને હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ પોલીસનો પ્રજાજોગ સંદેશ...!




#GujaratConnect #Bharuch Police #ફ્લેગ માર્ચ #Gujarat Police #Ram Navami #Ram Navami festival #Ram Navami 2024 #રામનવમી #SP Bharuch #Jambusar Police
Here are a few more articles:
Read the Next Article