ભરૂચ: નબીપુરમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવા નિમિત્તે પોલીસની ખાસ કવાયત, નગરજનોને શાંતિ જાળવવા કરી અપીલ

મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરશે અને બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે પરશુરામ જ્યંતી ઉજવશે.

New Update
ભરૂચ: નબીપુરમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવા નિમિત્તે પોલીસની ખાસ કવાયત, નગરજનોને શાંતિ જાળવવા કરી અપીલ

ભારત વર્ષ એટલે વિવિધ સમુદાયનો સમૂહ અને તેમાં પણ તહેવારો પણ જુદા જુદા સમુદાયના એક સાથે ઉજવાય અને અનેરો ભાઈચારો સામે આવે.આ અંતર્ગત આગામી શનિવાર એટલે કે તા.22.04.2023 ના રોજ મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરશે અને બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે પરશુરામ જ્યંતી ઉજવશે.આ બંને સાથે આવેલા તહેવારો શાંતિમય રીતે ઉજવાય તે હેતુથી જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.કે.એમ.ચૌધરીએ નબીપુર ગામમાં શેરી મહોલ્લામાં જઇ ગ્રામજનોને તહેવારો શાંતિમય વાતાવરણમા ઉજવવાની અપીલ કરી હતી અને જો કોઈને કોઈપણ જાતની સમસ્યા લાગે તો નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ હતું. 

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Latest Stories