Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન, વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજ રોજ શાળાના કેમ્પસ ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.દીપપ્રાગટ્ય બાદ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શારીરિક કવાયતના ભાગરૂપે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળવયને અનુરૂપ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રમતોત્સવમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story