ભરૂચ : જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની પર કર્યો હુમલો, હાથના ભાગે પહોચી ઇજા...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની ઉપર હુમલો કરતાં હાથના ભાગે ઇજા પહોચી હતી,

New Update
ભરૂચ : જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની પર કર્યો હુમલો, હાથના ભાગે પહોચી ઇજા...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની ઉપર હુમલો કરતાં હાથના ભાગે ઇજા પહોચી હતી, ત્યારે આ મામલે પાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આહદીન સુધી કોઈ કાર્યવાહી નહીં કરતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ફરી એકવાર ગાયનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જંબુસર રેલવે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઉપર રખડતા ઢોરે હુમલો કરતાં વિદ્યાર્થીનીને હાથના ભાગે ઇજા પહોચી હતી. ધોરણ 3માં અભ્યાસ કરતી આમીના મહંમદ કેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી, તે દરમ્યાન તેના ઉપર રખડતા ઢોરનો હુમલો થયો હતો. જોકે, અગાઉ પણ જંબુસરમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની ઉપર ગાય હુમલો કર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીને ગાયએ ફંગોળી દેતા હાથ તેમજ પગના ભાગે નાની મોટી ઇજા થઇ હતી, ત્યારે હવે જંબુસર નગરપાલિકા તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં જંબુસર પાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે રખડતા ઢોરને પાંજરે પુરવા તેમજ પશુ માલિકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં તે હવે જોવું રહ્યું.

Advertisment
Latest Stories