ભરૂચ : ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા જય અંબે સ્કૂલ સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરે યોજાયા સુંદરકાંડના પાઠ

હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે. એવી માન્યતા છે કે, ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે.

New Update
ભરૂચ : ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા જય અંબે સ્કૂલ સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરે યોજાયા સુંદરકાંડના પાઠ

હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે. એવી માન્યતા છે કે, ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમની પૂજા પાઠમાં વધારે કંઇ કરવાની જરૂર નથી હોતી. હિન્દૂ ધર્મમાં સુંદરકાંડ સૌથી વધારે લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ નિયમિત સમયગાળામાં સુંદરકાંડનો પાઠ કરે છે, તેને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એક માન્યતા એવી પણ છે કે, સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં કોઇ સકારાત્મક ફેરફાર જોવા મળે છે. જે પણ જાતક પ્રત્યેક દિવસ સુંદરકાંડનો પાઠ કરે છે, તેમની એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે, ત્યારે ભારતના ઇતિહાસમાં એક એવો ક્ષણ આવ્યો છે, જેની વર્ષોથી હિન્દુ સમાજ પ્રતીક્ષા જોતું હતું. આ પાવન ક્ષણ એટલે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય...

જે હવે પૂર્ણતાના આરે છે અને રામલલાની મૂર્તિની સ્થાપના થનાર છે. જેને લઈ સમગ્ર ભારતભરમાં એક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાન કાર્ય કોઈ વિઘ્ન વગર અને સકારાત્મક રીતે આ કાર્ય પરિપૂર્ણ થાય તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા ભરૂચના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે સ્કૂલના પટાંગણમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી શ્યામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના શિવ ભગવાનજી શર્મા અને નંદુજી શર્માના મધુર કંઠે સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ સુંદરકાંડના પઠન બાદ ભક્તો માટે પ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ભૃગુભૂમિ શાખા-ભરૂચના પ્રમુખ નરેશ ઠક્કર, ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય, એડવાઇઝર કમિટીના પ્રમુખ સાગરમલ પારિક, મહામંત્રી કે.આર.જોશી, મહિલા સંયોજિકા કૃપલબેન જોશી, વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારિક, મહામંત્રી સંદીપ શર્મા, પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી જીજ્ઞેશ પટેલ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી સુંદરકાંડના પાઠનું પઠન કરી ભક્તિમાં લીન બન્યા હતા.

Latest Stories