/connect-gujarat/media/post_banners/41998234280476e8e033de4a9826c12f9a0c6c854cc8ee5cf23b8bdc7c6a3951.jpg)
જગવિખ્યાત ગરબાના સુપ્રસિધ્ધ ગાયક અતુલ પુરોહિતના કંઠે ભરૂચ જિલ્લાના આમિડ તાલુકાનાં નાહિયર ગામે સુંદરકાંડનું સુંદર આયોજન કરાયું...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહીયેર ગામે હઠીલા હનુમાન મંદિરે હીર-દેવી ક્લાવૃંદ તરફથી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરોહિતના મધુર કંઠ દ્વારા સુંદરકાંડ ગાવાનું આયોજન કરવામાં આવ્યું હતું.અતુલ પુરોહિત દ્વારા ગવાયેલા સુંદરકાંડ ઉપર લોકો ભક્તિમાં તરબોળ બન્યા હતાં. સુંદરકાંડમાં આજુબાજુના ગામડાના લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ભક્તિમાં તલ્લીન બન્યા હતાં અને સુંદરકાંડ બાદ આરતી કરી લોકોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો.