ભરૂચ : જંબુસરમાં એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો…

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : જંબુસરમાં એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો…
Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલા યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાય પોતાના લગ્ન જીવનનો પ્રારંભ કર્યો હતો.

Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા નગરમાં આવેલ આરીફ બાપુની વાડી ખાતે કાઝી સૈયદ ગ્યાશુદ્દીન સાહેબની અધ્યક્ષતામાં 6ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમાજમાં કુરિવાજો તેમજ ફિઝૂલ ખર્ચા સંપૂર્ણપણે નિર્મૂળ કરવા અને નિરાધાર, ગરીબ, નિરાશ્રીત યુવક-યુવતીઓના શરિયતના નિયમ મુજબ અત્યંત સાદાઈ અને ધાર્મિક ભાવનાથી સમુહ નિકાહ ખ્વાનીનો પ્રારંભ તિલાવતે કુર્આનથી કરવામાં આવ્યો હતો. જેમાં 9 જેટલા યુગલ જોડાઓએ લગ્ન જીવનનો પ્રારંભ કર્યો હતો. જેઓને જરૂરી ઘર વપરાશની સામગ્રી અને ઉપયોગી ચીજવસ્તુઓ બક્ષીસ પેટે આપવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસર પ્રો. ડીવાયએસપી એમ.પી.મોદી, સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, સૈયદ હસમત અલી બાપુ, મુફ્તી અશરફ બુરહાની, મુફ્તી શમશાદ સાહેબ, મૌલાના અખ્તર હુસેન અશરફી, આરીફ બાપુ, શાહ નવાજ બાપુ, આકીલ બાપુ, ઝહીર બાપુ, અગ્રણી શાકીર મલેક, જુબેર નોધલા, સિકંદર ડેડી, શાકીર બાપુ સહિત એહલે સુન્નત વ જમાઅત કમિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories