New Update
/connect-gujarat/media/post_banners/2dcb1c9c1e47850643fd2dd5d5977c221ff27a1d5e36d875600b08fbc6d33770.webp)
ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ નજીક નર્મદા નદી કિનારા પરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચના તાલુકાના કુકરવાડા ગામ નજીક આવેલ નર્મદા નદી કિનારા પર એક અજાણ્યા વ્યક્તિનો ડી-કંપોઝ હાલત મૃતદેહ મળી આવતા ચકચાર માસી જવા પામી હતી. બનાવના પગલે સ્થાનિક નાવિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓએ ભરૂચ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વાલી વારસો અંગે માહિતી મેળવા તજવીજ હાથ ધરી હતી.