/connect-gujarat/media/post_banners/1b4ad05783a7ab3e0c4a11a81fa987eebbc5b13ea80f957af11f6bdae9292f1f.jpg)
ભરૂચ ઝઘડીયા જી.આઇ.ડી.સી.માંથી લારી, ગલ્લા,રહેણાંક ઝુપડા તથા અન્ય દબાણ તાકિદે હટાવવા નોટીસ આપવામા આવતા તેનો અમલ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચની ઝઘડીયા જી.આઇ.ડી.સી.ના લારી ગલ્લા ધારાકોએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે જી.આઇ.ડી.સી. વિસ્તારને લાગુ ગામનાં લોકોને રોજગારી મળે તે હેતુસર જી.આઇ.ડી.સી.ની કંપનીઓને લાગુ રસ્તા કે ખુલ્લી જગ્યામાં લારી,ગલા બનાવી ચા નાસ્તાનો વેપાર કરી ગુજરાન ચલાવી રહ્યા છે. અમારા આ ધંધાથી કંપનીઓને કે તે વિસ્તારમાં ચાલુ કામગીરીને કોઇ જ અસર થતી નથી બલ્કે આ ધંધાથી જે તે વિસ્તારમાં કામ ધંધા અર્થે આવતા લોકોને ખાવા-પીવાની સગવડ મળે છે.જેથી જી.આઇ. ડી.સી.ના મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટીસનો અમલ અટકાવવાની માંગ છે.