Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શહેરની મુખ્ય કાંસ જ સફાઇથી વંચિત, પાણીનો નિકાલ અટકયો

ભરૂચ શહેરના પાણીનો નિકાલ કરતી કાંસ જ સફાઇના અભાવે જામ થઇ ગઇ છે. કાંસમાં 7 ફુટ સુધીના કચરાના થર જામી ગયાં છે.

X

ભરૂચ શહેરના પાણીનો નિકાલ કરતી કાંસ જ સફાઇના અભાવે જામ થઇ ગઇ છે. કાંસમાં 7 ફુટ સુધીના કચરાના થર જામી ગયાં છે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર ૧૦ અને ૧૧ વચ્ચેની આવેલી શહેરની મુખ્ય કાંસમાં ગંદકીના થર જામી ગયાં છે. નિયમિત સફાઇ કરવામાં નહિ આવતી હોવાથી પાણીનો નિકાલ અટકી ગયો છે. તો બીજી તરફ આ કાંસ મુખ્ય રસ્તાને અડીને પસાર થતી હોવાથી લોકોને તેમાં પડી જવાનો ભય સતાવી રહયો છે. ભરૂચના લાલ બજાર વિસ્તારમાંથી પ્રસાર થતી મુખ્ય કાસમાંથી શહેરના ગંદા પાણીનો નિકાલ થાય છે. આ કાંસની સફાઇ થતી ન હોવાથી કચરાનો ભરાવો થઇ ગયો છે. આ વિસ્તારમાં ગંદકી તથા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. મુખ્ય કાંસમાં પ્રદૂષિત પાણી એકત્ર થવાના કારણે લાલ બજાર અને હેડ પોસ્ટ ઓફીસને જોડતા માર્ગનું ધોવાણ પણ થઈ રહ્યું હોવાની ફરિયાદ પણ સ્થાનિકો કરી રહયાં છે.

Next Story