ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે કંડારી નવી કેડી !

યુવાનીમાં જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા અથાગ દોડધામ કર્યા બાદ વૃધ્ધાઅવસ્થામાં રોજિંદું કાર્ય પૂર્ણ કરવા પણ ચાલી જ શકાતું ન હોય

ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે કંડારી નવી કેડી !
New Update

યુવાનીમાં જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા અથાગ દોડધામ કર્યા બાદ વૃધ્ધાઅવસ્થામાં રોજિંદું કાર્ય પૂર્ણ કરવા પણ ચાલી જ શકાતું ન હોય તો એની પીડા કેટલી અસહ્ય હશે એની કલ્પના તમે કરી જ શકો છો અને અચાનક જ વર્ષોથી ન ચાલી શકનાર વ્યક્તિ અચાનક જ લાકડી કે કોઈના ટેકા વગર ચાલવાનું શરૂ કરે તો એના આનંદનો કોઈ પાર નથી રહેતો..આવા જ કઈક દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જે.સી.આઈ.હોલ આવા અનેક વ્યક્તિની ખુશીનો સાક્ષી બન્યો છે. અંકલેશ્વરમાં પ્રો લાઈફ ફાઉન્ડેશન અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ઘૂંટણ અને સાંધાનો દુખાવો દૂર કરવાનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ચલાવમાં અસમર્થ વ્યક્તિઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા જેઓના પગ પર નિષ્ણાત તબીબોએ ની બ્રેસ ફિટ કરતાં જ તેઓ સડસડાટ ચાલવા માંડ્યા હતા.

આ કેમ્પમાં અંકલેશ્વરથી આવેલ હંસાબહેન રાવલ નામના વૃધ્ધા છેલ્લા ઘણા સમયથી ચાલી શકતા ન હતા જેનાથી તેઓને જીવન જીવવામાં ઘણી તકલીફ પડતી હતી પરંતુ કેમ્પમાં આવ્યા બાદ તેઓને ની બ્રેસ લગાવવામાં આવતા તેઓ સામાન્ય લોકોની જેમ ચાલી શકે છે...આ અહેસાહ અંગે સાંભળો તેઓના જ મુખે

અન્ય એક વૃદ્ધ સુરત જિલ્લાના કોસંબા નજીકથી આ કેમ્પમાં આવ્યા હતા. તેઓ ઘણા વર્ષોથી ચાલી ન શકવાની તકલીફથી પીડાય રહ્યા હતા અને તેઓની આ પીડા એટલી વધી ગઈ હતી કે તેઓ એકલા કેમ્પમાં સૌ પ્રથમ પહોંચ્યા હતા જ્યાં તબીબોએ તેમનું પરીક્ષણ કર્યા બાદ ની બ્રેસ પહેરાવતા લાકડીના ટેકા વગર આ વૃદ્ધ હોલની બહાર અને ત્યાર બાદ તેઓના ઘરે પહોંચ્યા હતા. સાંભળો તેઓનો અહેસાસ તેમના જ શબ્દોમાં

આ તો વાત થઈ વૃદ્ધોની પરંતુ કેમ્પમાં આવેલ એક બાળકીના દ્રશ્યો નિહાળી સૌ કોઈની આંખમાં પાણી આવી ગયા હતા. એકદમ નાની વયની બાળકી જન્મથી ચાલી શકવામાં અસમર્થ હતી જો કે માતાપિતાને કેમ્પ અંગેની માહિતી મળતા તેઓ કેમ્મમાં પહોંચ્યા હતા અને ડો.નાયરે બાળકીને ચકાશી તેને પણ ની બ્રેસ પહેરાવ્યા હતા અને તેને ચાલી શકવા અને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થયા હતા

આ તમામ કિસ્સાઓ તમે જોયા અને સાંભળ્યા ત્યારે અહેવાલના અંતે આ દ્રશ્યો નિહાળો.. ચાલી શકવામાં અસમર્થ બે મહિલાઓએ પોતાની ખુશી વ્યકત કરવામાં કેમ્પમાં જ ગરબા રમ્યા હતા અને આયોજકો અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો

#Camp #problem #knee Camp #Knee #BeyondJustNews #Connect Gujarat #people #Bharuch #Prolife Foundation
Here are a few more articles:
Read the Next Article