Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ઝાડેશ્વરમાં વૃદ્ધાને બંધક બનાવી 50 હજારથી વધુની લૂંટના મામલામાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર બંને લૂંટારુઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા

X

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર બંને લૂંટારુઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા

ગત તારીખ-21મી નવેમ્બરના રોજ રાતે ભરુચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા રમીલાબેન પટેલ ઘરમાં એકલા હતા તે દરમિયાન બે અજાણ્યા લુંટારૂએ ઘરમાં પાછળનાં ભાગે બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને વૃધ્ધાને ખાટલા સાથે બાંધી દીધા હતા વૃધ્ધા બૂમબરાડા નહીં કરે તે માટે લૂંટારુઓએ મહિલાના મોઢા અને આંખ પર કપડું બાંધી તેને માર મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા લૂંટને પગલે ભરુચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સી ડીવીઝન પોલીસ મથકની સંયુક્ત ટીમોએ ઘટના સ્થળની આજુબાજુ તેમજ સીસીટીવી ફૂરેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસ ટીમોએ ભરૂચના ભોલાવ રોડ ઉપર બ્રીજ નીચે બૌડા સર્કલ પાસેથી લુંટની ઘટનામાં ઉપયોગ કરેલ મોટર સાઇકલ સાથે બંને લુંટારૂઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તે બંનેની પૂછપરછ કરતાં બંને ઇસમો ભાગી પાડ્યા હતા અને થોડા દિવસો પહેલા ઝાડેશ્વર ગામના રમીલાબેન પટેલના નવા બનતા મકાનમાં ઉમેશ બચુ મેડા મજુરી અર્થે જતો હતો જેથી વૃધ્ધા એકલી રહેતી હોવાથી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને આ અંગે પોતાના સગા ભાઇ અજય મેડાને આવતા કરતાં બંને લૂંટારુઓએ લુંટની ઘટનાને અંજામ આપવા માટે ત્રણ દિવસ શક્તિનાથ નજીક એક સોસાયટીમાંથી ભાઇઓએ બાઇકની ચોરી કરી હતી જે બાદ રાત્રીના ભરૂચના શાલીમાર નજીક કપડાની દુકાનમાંથી રોકડા રૂપિયા અને રેડિમેડ કપડાની ચોરી કરી હતી ત્યાર બાદ ઝાડેશ્વર ગામે એકલા રહેતા વૃધ્ધાના મકાનની રેકી કરેલ અને લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી હતી પોલીસે મૂળ દાહોદ અને હાલ શક્તિનાથ રેલ્વે ગરનાળા પાસે પાણીની ટાંકી નજીક ઝુપડામાં રહેતો ઉમેશ બચુભાઈ મેડા અને અજય બચુભાઈ મેડાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story