ભરૂચ: વાગરામાં વીજ કરંટ લાગતા યુવાનનું, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચના વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનીટમાં મજુરીકામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજવા પામ્યું હતું.

New Update
ભરૂચ: વાગરામાં વીજ કરંટ લાગતા યુવાનનું, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચના વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનીટમાં મજુરીકામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજવા પામ્યું હતું. વાગરાની જી.ઇ.બી ચોકડીથી આશરે ૨૦૦ મીટર દૂર પખાજણ જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે. જ્યાં આજરોજ બપોરના અરસામાં કંપનીનું મટીરીયલ ભરીને એક આઈશર ટેમ્પો આવ્યો હતો. જેને ખાલી કરવા માટે વાગરાની નવીનગરી ખાતે રહી મજુરી કામ કરી પેટિયું રડી ખાતા મુકેશ ઉર્ફે મીઠા ભાઈ રાઠોડ જેઓ મજુરી કામ કરવા માટે ત્યાં ગયા હતા. ટેમ્પા ચાલકે યુનિટ બહાર રીવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશભાઈ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચઢતાં ઉપરથી પસાર થતી જી.ઇ.બી ની હાઈટેન્શન લાઈન સાથે મુકેશ ભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.વાગરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories