ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરી ભાજપ સામે વિરોધ નો સૂર ઉઠાવ્યો હતો ત્યારે સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં રૂ.50 નો ભાવ વધારો કરાતા સરકારની ભાવ વધારા નીતિ સામે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે મહિલા આગેવાનોને પોલીસે રોકીને અટક કરી હતી.
સરકાર દ્વારા મંદી અને મોંઘવારી વચ્ચે રાંધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂ. 50 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક ફટકો પડશે જેથી ભાવ વધારાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છેજે કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય પરિવાર માટે રસોઈ બનાવવી વધુ મોંઘી થશે. સ્થાનિક પરિવારોએ જણાવ્યું હતુંકે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપરાંત ખાદ્ય તેલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. તેવા સંજોગોમાં સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા બાદ રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂ. 50નો વધારો કરી દેતા શ્રમિક વર્ગ તેમજ મધ્યમ વર્ગ કે જેઓ સામાન્ય નોકરી કરી પોતાના પરિવારજનોનું પેટીયુ રળે છે તેવા પરિવારજનો ની સ્થિતિ કફોડી બની ગઈ છે. મોંઘવારી વચ્ચે રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો છે. જેના વિરોધમાં આજરોજ ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીના અધ્યક્ષતામાં શહેરના પાંચબત્તી પર મહિલા કોંગ્રેસ દ્વારા સરકારની ભાવ વધારા નીતિ સામે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પાંચબત્તી મહિલા આગેવાનોને પોલીસે રોકીને અટક કરી હતી.