Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર,સ્થાનિકોમાં રોષનો માહોલ

ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું

X

ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામના ગ્રામજનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ઝાડેશ્વર ચોક્ડીથી શુકલતીર્થ સુધી મુખ્ય માર્ગ ઉપર ખાડાઓને પગલે ગ્રામજનો સાથે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.આ માર્ગ પર બની રહેલ બાંધકામની સાઇટ પર આવતા વાહનોને પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છે.નવ મહિનાથી ઝાડેશ્વર ચોકડીથી લઈને તવરા ગામ સુધીનો રસ્તો ખખડધજ બન્યો છે જેના કારણે લોકોને રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે.આ માર્ગ ઉપર અનેક ધાર્મિક સ્થળો આવ્યા હોવાથી ધર્મ પ્રેમી લોકો પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ત્યારે આ માર્ગની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમામ વાહન વ્યવહાર બંધ કરાવી અચોક્કસ મુદ્દત સુધી ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story