Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ઝઘડીયા તાલુકાનાં વિવિધ ગામોના માર્ગ બિસ્માર,સમારકામ ન કરવામાં આવે તો સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

આગામી ૭ દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી

X

ભરૂચની ઝગડીયા જીઆઇડીસીથી ઝગડીયાના ગામો તેમજ અંકલેશ્વર જીઆઇડીસીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં બનતા સ્થાનિકો-વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજુઆત કરવા છતાં રોડ પર સમારકામ ન કરવામાં આવતા આગામી ૭ દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે

ભરૂચ શહેર અને જિલ્લામાં રોડ રસ્તાની હાલત એવી છે કે"એક સાંધે ત્યાં તેર તુટે"..હજુ તો એક રસ્તાનું સમારકામ થાય ત્યાં તો અન્ય માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ જાય છે.અંકલેશ્વરથી ઝગડીયાના ગામો અને ઝગડીયા જીઆઇડીસીને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં બનતા સ્થાનિકો-વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે.

અંકલેશ્વરના નવાગામ કરારવેલ,દુધાળ,સારંગપુર,જીતાલી,ઉછાલી, સાગબારા ફાટક તેમજ ઝગડીયાના દધેડા, સરદારપુરા, તલોદરા,ફુલવાડી,કપલસાડી,સેલોડ જેવા બંન્ને તાલુકાના ગામોનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં બનતા વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે.આગામી ૭ દિવસમાં રોડના સમારકામની કામગીરી શરૂ ન થાય તો જલદ આંદોલન સાથે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

Next Story