ભરૂચ : મતદારોમાં જાગૃતતા લાવવા તંત્ર દ્વારા જાહેર સ્થળો પર EVM-VVPAT નિદર્શન હાથ ધરાયું...

ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે.

New Update
ભરૂચ : મતદારોમાં જાગૃતતા લાવવા તંત્ર દ્વારા જાહેર સ્થળો પર EVM-VVPAT નિદર્શન હાથ ધરાયું...

લોકશાહી પ્રત્યે મતદારોમાં વધુ સમજ કેળવાય તે હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના તમામ જાહેર સ્થળો અને બુથ ઉપર EVM-VVPATનું નિદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે. તા. 1 જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત EVM ડેમોસ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. તેવામાં મતદાનની ટકાવારી વધે તેમજ EVM સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર EVM માશીનને લઈને જાહેર સ્થળોએ જશે, અને ત્યાં VVPAT સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરાશે. ડેમોસ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળાવડા, શાક માર્કેટ, થિયેટર અને શોપીંગ સેન્ટરો પર EVM-VVPAT નિદર્શન યોજાશે. ચૂંટણી માટે મહત્વના ગણાતા 2 પાસા એટલે કે, મતદાર યાદી અને EVM યુનિટ આ બન્ને ક્ષતિરહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુધારા પણ કરવામાં આવ્યા છે. તો EVM સહિત VVPAT મશીનોનું પણ ટેસ્ટીંગ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જે વોર્ડ વિસ્તારમાં મતદાન ઓછું થાય છે, ત્યાં મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે.

Latest Stories