ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતા કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા
ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવા સામે અનેક સવાલો ઊભા થાય છે ત્યારે આ સેવાના કોન્ટ્રાકટરની વધુ એક બેદરકારી સામે આવી છે. ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો પસાર થઈ રહયો હતો એ દરમ્યાન કલેક્ટર કચેરી નજીક અચાનક જ ખોટકાયો હતો. તેમપાના ચાલકે ટેમ્પો ચાલુ કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ નિવડતા આખરે ટેમ્પામાં સવાર મહિલા કામાર અને ચાલકે ધક્કા લગાવ્યા હતા. જાહેર માર્ગ પર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મળેલ ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં પ્રમુખ અમિત ચાવડાએ ડોર ટુ ડોર સેવા વધુ અસરકારક બનાવવા અનેક જાહેરાત કરી હતી પરંતુ આ સેવામાં મહત્વના એવા વાહનો જ ખખડધજ હોય સેવા કઈ રીતે સુવ્યવસ્થિત ચાલી શકશે એના પર એક પ્રશ્નાર્થ છે