/connect-gujarat/media/post_banners/65f10e5b53d327d4f6a262100568337ac145c7e70d65785dd572f4fb8c65077f.jpg)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.આ તિરંગા યાત્રાને ભરૂચના ધારાસભ્ય રમેશ ભામિસ્ત્રીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, વોટરપાર્ક કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત નગરસેવકો, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા