/connect-gujarat/media/post_banners/8252d2b3a96036661d386538c0e2afd870f42a62ec0b48a353ec4fcf4bb37625.jpg)
ભરૂચ જીલ્લાના જંબુસર નગરના તળાવપુરામાં આવેલ તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા, લાઈટ અને ઉભરાતી ગટરોના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં તળાવપુરામાં આવેલ તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ ઉભરાતી ગટરો સહીત રોડ રસ્તા તેમજ સ્ત્રીત લાઈટના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે, સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવતો ન હોવાથી સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. શહેરીજનોના ઘર સુધી ગટરના પાણી ફેલાય જાય છે, તો ઘણી વાર લોકોના ઘરોમાં ગટરનું પાણી ફરી વળે છે. ઉપરાંત ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ થવા પામ્યો છે. તેમ છતાં સ્થાનિકોની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી, ત્યારે હવે આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે.