ભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ પરથી મહારાષ્ટ્રમાં લઈ જવાતી 15 ભેંસો ભરેલ ટ્રક સાથે બે આરોપીની અટકાયત

કોસમડી ગામ પાસેથી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં લઈ જવાતી 15 ભેંસો ભરેલ ટ્રક સાથે બે ઇસમોને કુલ 8.10 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

New Update
ભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ પરથી મહારાષ્ટ્રમાં લઈ જવાતી 15 ભેંસો ભરેલ ટ્રક સાથે બે આરોપીની અટકાયત

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસેથી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં લઈ જવાતી 15 ભેંસો ભરેલ ટ્રક સાથે બે ઇસમોને કુલ 8.10 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર-વાલિયા માર્ગ પરથી રાતના સમયે પશુઓની હેરફેરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.ગત શનિવારની રાતે ગૌ રક્ષકોએ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પોલીસને હવાલે કર્યા હતા ત્યારે ગતરોજ જીવદયા પ્રેમી અંકિત પુરોહિત,રાજકુમાર પટેલ ગતરોજ રાતે જયાબેન મોદી હોસ્પિટલ પાસે ઊભા હતા તે દરમિયાન ટ્રક નંબર-જી.જે.09.એ.વી.0992ના પાછળના ભાગે દોરડું બાંધેલ હોવા સાથે પાટિયા ફિટ કરેલ જણાતા બંને જીવદયા પ્રેમી ટ્રકનો પીછો કરી કોસમડી ગામ પાસે ટ્રકને અટકાવી તેમાં તપાસ કરતાં ક્રૂરતા પૂર્વક ખીંચોખિંચ બાંધેલ પશુઓ મળી આવ્યા હતા જે પશુઓ સાથેનો ટ્રક તેઓએ પકડી જી.આઈ.ડી.સી.પોલીસ મથકે લઈ આવતી અંદર જોતાં તેમાંથી 15 જેટલી ભેંસો મળી આવી હતી.આ તમામ પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા પોલીસે 3 લાખના પશુઓ અને 5 લાખની ટ્રક મળી કુલ 8.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સેલબાના જમાદાર ફળિયામાં રહેતો ઝાકિર હુસેન દાદ મોહમંદ મકરાણી અને તોસિફ આદમ ઈસ્માઈલ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે ભેંસો ભરી આપનાર વાહિદ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories