Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કારના કાચ તોડી રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી કરતા છારા ગેંગના બે સાગરીતો ઝડપાયા

અંકલેશ્વર શહેરમાં ગાડીના કાચ તોડીને રોકડા રૂપિયા ભરેલી બેગોની ઉઠાંતરી કરતી અમદાવાદની છારા ગેંગના બે સાગરીતોને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરમાં ગાડીના કાચ તોડીને રોકડા રૂપિયા ભરેલી બેગોની ઉઠાંતરી કરતી અમદાવાદની છારા ગેંગના બે સાગરીતોને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર વિસ્તારમાં ચાલુ માસમાં ફોરવ્હીલ ગાડીના કાચ તોડી રોકડા રૂપીયા ભરેલ બેગોની ઉઠાંતરીના બનેલ 2 અનડીટેક્ટ ગુનાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી , ચીલઝડપના રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાઇકલ સાથે છારા ગેંગના બે સાગરીતોને અમદાવાદ શહેર સરદારનગર વિસ્તારમાંથી ભરૂચ LCB એ પકડી પાડ્યા છે.અંકલેશ્વર GIDC માં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી , લોક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઇસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાસી હતો.

આ ઉપરાંત 24 ઓગસ્ટે વધુ એક બનાવમાં અંકલેશ્વર શહેરમાં મહાવીર ટર્નિંગ ખાતે યુવાન પોતાની બ્રેઝા ફોરવ્હીલ ગાડી લઇ પસાર થતા હતો.તે વખતે ગાડીની પાછળ ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાઇકલો ઉપર આવી તે પૈકી એક ઇસમે ગાડીને પાછળથી અથડાવતા ફરીયાદી ગાડીમાંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા. દરમ્યાન અજાણ્યા ઇસમોએ બ્રેઝા ગાડીનો કાચ તોડી આગળની સીટમાં રોકડા રૂપિયા 9.11 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાશી ગયો હતો.આ બન્ને બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે . ખાતે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના CCTV ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં પોલીસને બાતમી મળી હતી કે ચીલઝડપના બંને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અમદાવાદ શહેરમાં છે.એલ.સી.બી.ની એક ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે રવાના કરવામાં આવતા ગુનામાં સંડોવાયેલ છારા ગેંગના 2 સાગરીતો જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ છારા અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકરને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ બાઇક પણ કાબેક કરી છે

Next Story