ભરૂચ: હાંસોટ પોલીસ સ્ટેશનમાં બે લોકોને બંદૂકની ગોળી વાગી, જુઓ શું છે સમગ્ર મામલો

હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી.

New Update
ભરૂચ: હાંસોટ પોલીસ સ્ટેશનમાં બે લોકોને બંદૂકની ગોળી વાગી, જુઓ શું છે સમગ્ર મામલો

ભરૂચના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી. ચૂંટણી પંચે 16મી માર્ચના રોજ લોક સભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.ત્યારે ગુજરાત સહિત ભરુચ જીલ્લામાં પરવાના ધરાવનાર હથિયારો જેતે પોલીસ મથકમાં જમા કરાવવાનું હૉય છે.ત્યારે હાંસોટ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા તે દરમિયાન બંદુકમાંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતાં તેઓને ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાંસોટની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને પગલે હાંસોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories