/connect-gujarat/media/post_banners/1bbc58200436fc0f1c16ae67a44b76f7473325d25475e36a4db4e2d75b02d822.jpg)
ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા રસ્તાઓનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ સાથે શહેરના સામાજીક કાર્યકરો અને નગરપાલિકા વિપક્ષના સભ્યોએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી.
ચોમાસામાં ભરૂચ શહરના મોટાભાગના માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી છે. ભરૂચ શહેરમાંથી દહેજ જવા માટે ઉપયોગમાં આવતો શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ ચોકડી, ફલાય ઓવરબ્રિજ અને જંબુસર ચોકડીથી આમોદને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે.
આ માર્ગ પરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે પરંતુ માર્ગનું સમારકામ ન કરવામાં આવતા તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. ત્યારે આજરોજ શહેરના સામાજીક કાર્યકરો અને નગરપાલિકા વિપક્ષના સભ્યોએ શહેરમાં બિસ્માર બનેલા રસ્તાઓનું સમારકામ કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જો 48 કલાકમાં માર્ગોનું સમારકામ શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચીંદયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.