ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા જન નાયકબિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાયો હતો
આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વાલિયા આદિવાસી સમાજ અને બી.ટી.એસ.,યુથ પાવર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બિટીપીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ વસાવા,ચંપક વસાવા,યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા સહિત આગેવાનોએ વાલિયા ગામના ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જે બાદ ભવ્ય રેલી નીકળી હતી જેમાં આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં યુથ પાવરના વીનેશ વસાવા,વિજય વસાવા,વિનય વસાવા તેમજ કેતન વસાવા તેમજ બિટીપીના કોકિલાબેન તડવી, દિનેશ વસાવા સહિત આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ભાજપ,કોંગ્રેસ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાન વિજયસિંહ વસાવા,ફતેસિંહ વસાવા સહિતના આગેવાનોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી દિનની ઉજવણી કરી હતી.વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે કોઈપણ અનિચ્છનીય ઘટના નહિ બને તે માટે જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ,વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો વાલિયા ખાતે દોડી આવ્યો હતો સમગ્ર ગામ જાણે પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું.