ભરૂચ : મત ગણતરીના કારણે કોલેજ રોડ પર વાહનોની અવરજવરને પ્રતિબંધ, વાંચો ડાયવર્ટ કરેલો રૂટ..!

ભરૂચ : મત ગણતરીના કારણે કોલેજ રોડ પર વાહનોની અવરજવરને પ્રતિબંધ, વાંચો ડાયવર્ટ કરેલો રૂટ..!
New Update

ભરૂચ ખાતે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે આજે યોજાનાર છે, ત્યારે કોલેજ રોડ પરના વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ભરૂચ તાલુકાના આશરે ૭૦ ગામોના આગેવાનો ઉમેદવારો, ઉમેદવારના કાઉન્ટીંગ એજન્ટો તથા ફરજ પરના કર્મચારીઓ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થાય તેમ છે. જેથી મોટી સંખ્યામાં વાહનો પણ ભેગા થવાની સંભાવના છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ઉદભવે તેવી સંભાવનાના કારણે અધિક જિલ્લા કલેકટરના સૂચનથી તા. 21મી ડિસેમ્બરના રોજ સવારના 06:00 કલાકથી 10:00 કલાક સુધી જૂના નેશનલ હાઈવે નં. 8 ઉપર શીતલ સર્કલથી કે.જે.પોલીટેકનીક કોલેજ સુધીના રોડ ઉપર તેમજ ભોલાવ ઓવર બ્રીજ પશ્ચિમ દિશા જુની મામલતદાર કચેરી તરફથી આવતા વાહન વ્યવહાર માટે તેમજ એ.બી.સી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ ઉપર જતાં મોટા વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થતા વાહનો શીતલ સર્કલ થઈ કસક સર્કલ, ઝાડેશ્વર રોડ પરથી જયોતિનગર થઈ ધર્મનગર થઈ અવધૂતનગર સોસાયટીથી કે.જે.પોલીટેકનીક કોલેજની ઉત્તર દિશામાં આવેલ નારાયણ કોમ્પલેક્ષની બાજુના રસ્તા ઉપરથી એ.બી.સી. સર્કલ તરફ જઈ શકશે. તેમજ એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રીજ ઉપર જતાં મોટા વાહનો ઉપર પ્રતિબંધ મુકાતા મોટા વાહનો જેવા કે બસ, લકઝરી, ટ્રક જેવા વાહનો એ.બી.સી. સર્કલથી નર્મદા ચોકડીથી જૂના ને.હા. નં. 8થી અંકલેશ્વર તરફ જઈ શકરો. તેમજ ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતના નાના વાહનો એ.બી.સી. સર્કલથી કે.જે.પોલીટેકનીક કોલેજ પાસે ઉત્તર દિશામાં આવેલ નારાયણ કોમ્પલેક્ષની બાજુમાંથી પસાર થતાં રોડ પરથી અવધુત નગર સોસાયટીથી ધર્મનગર થઈ જયોતિનગર પાસેથી કસક સર્કલ થઈ શીતલ સર્કલથી નર્મદા મૈયા બ્રીજ ઉપર જઈ શકશે. તે ઉપરાંત ભોલાવ ઓવર બ્રિજ પશ્ચિમ દિશામાં એટલે કે, જૂની મામલતદાર કચેરી તરફથી જુના નેશનલ હાઈવે નં. 8 ઉપર આવતા વાહનો ઉપર પ્રતિબંધ રાખતા તેઓ ભોલાવ ઓવર બ્રિજ નીચે થઈ પોલીટેકનીક કોલેજથી જમણી બાજુના રોડ ઉપરથી સ્ટેશન સર્કલ થઈ કસક સર્કલ થઈ શીતલ સર્કલ તરફ અવરજવર કરી શકશે. તેમજ પોલીટેકનીક કોલેજથી ડાબી બાજુના રોડ ઉપરથી નંદેલાવ ઓવર બ્રીજ થઈ એ.બી.સી. સર્કલ થઈ જુના ને.હા. નં. 8 ઉપર અવરજવર કરી શકશે.

#diverted route #bharuchpolice #Vote Counting #banned ##HeavyVehicle #College Road #Vehicle movement ##CollegeRoad #transactions ##KJPolytechnicCollege #votes #Gujarat #Bharuch #Grampanchayat #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article