/connect-gujarat/media/post_banners/44d9fe64849307fb858e81a7a722cc3e30cffa17e3ff2a9f5d16456880bf7eb0.jpg)
ભરૂચના જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે.
જંબુસર શહેર અને પંથક સહિત ઉપરવાસમાં ઘણા દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે નાના મોટા જળ સ્ત્રોતો છલકાઇ ઉઠ્યા છે .આમોદ અને જંબુસર તાલુકાની મધ્યમાંથી પસાર થતી ઢાઢર નદી તેના બે કિનારા છોડી વહી રહી હતી.ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ઢાઢર નદી સો ફૂટે પહોંચી જેની ભયજનક સપાટી ૧૦૦ ફૂટની છે. કિનારાના ગામોની ભાગોળમાં પૂરના પાણી પ્રવેશી રહ્યાં છે.મગણાદ ગામની ભાગોળ જ્યાં બળિયાદેવનું મંદિર આવેલ છે તેની સામેના મેદાનનો જળ રાશીએ કબ્જો કરી લીધો છે તેમજ આ પાણીમાં મગરોની દહેશત પણ લોકોને સતાવી રહી છે.આ સહીત નીચાણવાળી ખેતીની જમીનોમાં પાણી ફરી વળતાં વાવેતર કરાયેલ બીજ નાશ પામ્યું છે જેથી તેમાં હવે ખેડૂતોને પુનઃ વાવણી કરવાની ફરજ પડશે.