Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના 7 થી વધુ ગામોમાં પાણીની તંગી, એક હજારથી વધુ લોકો ભોગવે છે હાલાકી

જંબુસર તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી જોવા મળી રહી છે. 22 દિવસ ઉપરાંતથી પાણી નહિ મળતાં ગામલોકોમાં રોષ ફેલાયો છે.

X

જંબુસર તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી જોવા મળી રહી છે. 22 દિવસ ઉપરાંતથી પાણી નહિ મળતાં ગામલોકોમાં રોષ ફેલાયો છે.

જંબુસર તાલુકાના અનેક ગામડાઓમાંથી પાણીની તંગીની ફરિયાદો સામે આવી રહી છે. અનેક ગામોમાં પાણી પુરવઠો ખોરવતા ગ્રામજનો રોષ જોવા મળી રહયો છે..ખાનપુર, ડોલિયા, વાંસેટા, સરદારપુરા, નડિયાદ અને કલકમાં પાણી પુરવઠા વિભાગ તરફથી પાણી આપવામાં આવે છે પણ છેલ્લા 22 દિવસથી પાણી મળતું નહિ હોવાનું ગામલોકો જણાવી રહયાં છે.

પાણી પુરવઠા વિભાગમાં અનેક રજૂઆતો બાદ પણ આજદિન સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી કે અધિકારીએ રૂબરૂ મુલાકાત માટે આવ્યાં નથી.પાણી પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન ચીમકી સ્થાનિકોએ આપી છે.

જંબુસર તાલુકામાં બારા યોજના હેઠળ પાણીનું વિતરણ કરવામાં આવે છે. જંબુસર તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી કાયમ પાણની ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે પાણી પુરવઠા વિભાગે નકકર આયોજન ઘડી કાઢવું જોઇએ. આવો હવે સાંભળીએ પાણી પુરવઠા વિભાગના ઇજનેર શું કહે છે આ બાબતે.

Next Story