ભરૂચ: અઢી વર્ષની બાળકી અને પતિ સામે જ પત્નીએ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ, બચાવવા જતા પતિના હાથમાં માત્ર સ્વેટર આવ્યું.!

ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.

New Update
ભરૂચ: અઢી વર્ષની બાળકી અને પતિ સામે જ પત્નીએ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ, બચાવવા જતા પતિના હાથમાં માત્ર સ્વેટર આવ્યું.!

ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.

Advertisment

ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક નજીકમાં રહેતા મૂળ UP ના યશવંત યાદવ શનિવારે ફર્સ્ટશિપમાં દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરીએ ગયા હતા. જ્યાંથી પરત આવતા પત્ની સોનાલીએ ફરવા લઈ જવાની જીદ પકડી હતી. પતિએ હું જમી લવ પછી જઈએ એવુ કહ્યું હતું. જોકે પત્નીએ ના મારે અત્યારે જ જવું છે કહેતા, પતિ બાઇક લઈ પોતાની અઢી વર્ષની દીકરી દ્રશ્યા અને પત્નીને લઈ બાઇક ઉપર આટો મારવા નીકળી પડ્યા હતા.પેહલા પત્નીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લઈ જવા કહેતા ત્યાં પોહચતા પત્ની સોનાલીએ ગોલ્ડનબ્રિજ ઉપર જઈએ તેમ કહ્યું હતું. પતિ બાઇક પર દીકરી અને પત્નીને બેસાડી ગોલ્ડનબ્રિજ ઉપર પોહચ્યો હતો.જ્યાં બાઇક મૂકી પતિએ દીકરીને તેડી જ હતી ત્યાં પત્ની બ્રિજમાં દોડવા લાગી હતી. ગોલ્ડનબ્રિજના ગાળામાંથી નીચે નદીમાં

કૂદી પડી હતી. હાથમાં દીકરી હોવાથી પત્નીને પતિ પકડી શક્યો ન હતો. માત્ર સ્વેટરનો સ્પર્શ થવા સાથે પત્ની નદીમાં પડી હતી.ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના શૈલેષભાઈ નાઈને કરાતા તેઓએ તરત ફાયર બ્રિગેડ, સ્થાનિક નાવડીઓવાળા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ગોલ્ડનબ્રિજ ખાતે દોડી ગયા હતા. બ્રિજ ઉપર પોલીસ, ફાયરના લાશ્કરો સાથે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સોનાલી યાદવનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પતિ યશવંતે સોનાલી કોઈ ટેંશનમાં હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું.

બીજી તરફ બપોરે જ કેબલબ્રિજ ઉપરથી એક સ્થાનિક યુવાન બાઇક લઈને આવી બ્રિજના ખાચામાં મુકી નદીમાં કૂદી પડ્યો હોવાની ઘટના બની હતી. લાશ્કરો યુવાન અને પરિણીતા બન્નેની નદીમાં શોધખોળ ચલાવી રહ્યાં છે. જોકે બન્નેએ ક્યાં કારણોસર નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો તેનું કારણ હજી બહાર આવી શક્યું નથી.

Advertisment