ભરૂચ: ઝઘડિયાના જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો,જુઓ વિડીયો

જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.

New Update
ભરૂચ: ઝઘડિયાના જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો,જુઓ વિડીયો

ભરૂચના ઝઘડિયાના જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.

ભરૂચ ઝઘડિયા તાલુકાના જુનાપરા ગામ નજીકના ખેતરમાં બે દિવસ પૂર્વે રાત્રી દરમિયાન દીપદાએ દેખા દીધી હતી ખેતરમાં લટાર મારતો દીપડો નજરે પડતા ખેડૂત દ્વારા તેનો વિડીયો મોબાઇલમાં કંડારવામાં આવ્યો હતો, ત્યારબાદ જૂનાપરા ગામના મહિલા સરપંચના પતિ અક્ષયભાઈ વસાવા દ્વારા ઝઘડિયા વન વિભાગમાં જાણ કરવામાં આવી હતી, વન વિભાગની ટીમે એ તાત્કાલિક ધોરણે ગતરોજ સવારે બનાવ સ્થળે ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું. જેમાં દીપડાને લલચાવવા માટે મરણ પણ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ગતરાત્રિના 10 થી 11:00 વાગ્યાના ગાળામાં પાંજરું મૂકવાના ગણતરીના કલાકોમાં જ આ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો દ્વારા વન વિભાગને દીપડો પાંજરે પુરાયા હોવાની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રાત્રિના 12:00 વાગ્યા દરમિયાન આ દીપડાને ઝઘડિયા વન વિભાગ કચેરી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પાંજરે પુરાયેલ આશરે સવા વર્ષની માદા દીપડી હોવાનું વન વિભાગે જણાવ્યું, ઝડપાયેલ દીપડીને ખોરાક અને પાણી મળી રહે તેવા સુરક્ષિત વન્ય સ્થળે છોડી મૂકવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું